મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામ પર સર્વસંમતિ સધાઈ છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. મોહન યાદવ સંઘના નજીકના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ શિવરાજ સિંહ ચૌહાણે ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સ્વિકારી લેવામાં આવ્યો હતો.આ જાહેરાત સાથે તમામ અટકળોનો અંત આવી ગયો છે. હવે રાજ્યની કમાન મોહન યાદવના હાથમાં રહેશે.
MPને મળ્યા બે ડેપ્યુટી સીએમ
છત્તીસગઢની જેમ મધ્યપ્રદેશમાં પણ ભાજપે સરકાર બનાવી છે. વાસ્તવમાં, એમપીમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. આ જવાબદારી જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાને સોંપવામાં આવી છે. આ સાથે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભા અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી છે.આ મહત્વનો નિર્ણય લેતા પહેલા ભાજપ હાઈકમાન્ડે આજે નિરીક્ષકોની એક ટીમ ભોપાલ મોકલી હતી. જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, આશા લાકરા અને કે લક્ષ્મણના નામ સામેલ છે.
ભાજપે જીતી છે 163 બેઠકો
ઉલ્લેખનિય છે કે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી હાંસલ કરી હતી. રાજ્યમાં જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાટાની ટક્કર થશે તેવું માનવામાં આવી રહ્યું હતું, ત્યાં કોંગ્રેસનો સફાયો થયો હતો. મધ્યપ્રદેશમાં, ભાજપે 163 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ, કમલનાથના ચહેરા પર લડી રહી હતી, તે માત્ર 66 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી.
Comments